ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી; જુઓ આજનું હવામાન

ગાંધીનગર : રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સુરત, વડોદરા, બનાસકાંઠા, અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 28 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે.
એકતરફ રાજ્યમાં ગરમીનું વધતું પ્રમાણ છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આજે વાતાવરણ સૂકુ રહે તેવી સંભાવના છે તેમજ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 28 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તાપી, નર્મદા, ભરુચ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અમદાવાદ, અરવલ્લી, ડાંગ,ગાંધીનગર, મહીસાગર, મોરબી, મહેસાણા, નવસારી, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.