સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ફૂડ પોઈઝનિંગ, કુંતલપુરમાં 40થી વધુ બાળકોને અસર,

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ફુડ પોઈઝનીંગ(Jamnagar Food Posioning)ની ઘટના બની છે. જિલ્લાના મુળી તાલુકાના કુંતલપુર ગામે 40થી વધુ બાળકોને ફૂડ પોંઇઝિંગની અસર થતા દોડધામ મચી હતી. બટુક ભોજન લીધા પછી 40થી વધુ બાળકોની તબિયત લથડતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા મૂળી સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. ત્યારે ફૂડ પોંઇઝિંગના બનાવને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ પોઈઝનીંગના બનાવ અવારનવાર બને છે. પાંચ દિવસ પહેલા જ વઢવાણ તાલુકાના દેદાદરા ગામે પેંડા ખાવાથી 40થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ત્યારે મુળી ગ્રામ્ય વિસ્તારમાં આવો જ વધુ એક બનાવ સોમવારે બન્યો છે.
મળતી માહિતી મુજબ મુળી તાલુકાના કુંતલપુર ગામે કાત્રોડી માતાજીનું મંદિર આવેલુ છે. મંદિરમાં સોમવારે પ્રસાદી હોવાથી શાળાના બાળકોને ત્યાં પ્રસાદી લેવા લઈ જવાયા હતા. જેમાં પુરી-શાક, દાળ-ભાત અને છુટી બુંદીની પ્રસાદી લીધા બાદ 40થી વધુ બાળકોને ફુડ પોઈઝનીંગની અસર થતા ઉલ્ટીઓ થવા લાગી હતી.
આથી કુંતલપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 108 દ્વારા બાળકોને સારવાર માટે મુળી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા છે. આ ઘટના અંગે મુળી તાલુકા હેલ્થ ઓફીસરે જણાવ્યુ છે કે, કુંતલપુર સીએચઓ દ્વારા 40થી વધુ બાળકોને સારવાર માટે લવાયા હતા. હાલ બાળકો સ્વસ્થ છે. અને પ્રસાદીના નમુના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા અને પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
Also Read –