આપણું ગુજરાત

ચીનમાં ફેલાયેલા વાઈરસને પગલે ગુજરાતની હૉસ્પિટલો સજ્જ થઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હરકતમાં આવ્યું છે. એએમસી હૉસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. હૉસ્પિટલમાં જરૂરી દવા, ઓક્સિજન રાખવા સૂચના અપાઇ છે. વેન્ટિલેટર આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ ચીનમાં ફેલાયેલા રોગને લઈ રાજ્યની વિવિધ હૉસ્પિટલોએ તૈયારી કરી છે. વડોદરામાં ગોત્રી હૉસ્પિટલ સતર્ક થઇ છે. રેપીડ ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા ૩૦ હજાર કિલો લીટર છે. બધા બેડ પર ઓક્સિજન પોઇન્ટ છે. સરકારી હૉસ્પિટલમાં કુલ ૧૫૦૦થી વધુ બેડ ઉપલબ્ધ છે તેમાં ગોત્રી હૉસ્પિટલમાં ૮૨૫ બેડ છે. આ વાઇરસ બાળકોને વધુ અસર કરે છે. આ મહામારી ૩ વાઈરસનું મિશ્રણ છે.

ચીનમાં રોગચાળાને લઈને રાજકોટ સિવિલ હૉસ્પિટલ તંત્ર સજ્જ થયું છે જેમાં બાળકો માટે ૨૦૦ બેડની વ્યવસ્થા કરાઇ છે. રાજકોટ સિવિલમાં નિષ્ણાત તજજ્ઞોની બેઠક થઇ હતી. ખાસ પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના વડા અને મેડિકલ કોલેજના પ્રોફેસરો પણ મિટિંગમાં જોડાયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત