આપણું ગુજરાત

Flower price in Ahmedabad: અમદાવાદમાં તહેવારોની સીઝન પહેલા ફુલોની મહેક મોંઘી થઈ

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતના કેટલાક જીલ્લામાં દિવસ દરમિયાન આકરો તાપ જ્યારે રાતનાં સમયે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બેવડી ઋતુની સીધી અસર ફૂલો પર પડી રહી છે. ગરમીના કારણે ફૂલો ઝડપીથી સુકાઈ અને કરમાઈ જતા ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

અમદાવાદ શહેર ફુલ માર્કેટમાં આવતા તમામ ફૂલો નાસિક અને મુંબઈ ખાતેથી આવી રહ્યા છે. હાલ ગુજરાતમાં ફૂલોનું ઉત્પાદન નહિવત્ પ્રમાણમાં રહ્યું છે. વેપારીઓને ફૂલોનો જથ્થો નાશિક ખાતેથી મંગાવવાની ફરજ પડી રહી છે, જેથી ભાવમાં 100 ટકા જેટલો વધારો થયો છે.

Read more: કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…

બજારમાં હજારીગલ, પારસ, કેસૂડા, મોગરો, જાસ્મીન, કાર્નેશન વગેરે ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે. શહેરના જમાલપુરમા આવેલા ફૂલ બજારમાં ગુલાબ રૂ. 150 થી 180 પ્રતિ કિલો, છૂટા ગુલાબ રૂ. 100 થી 140 પ્રતિ કિલો, તાજા કેસૂડા રૂ. 200 પ્રતિ કિલો, સૂકા કેસૂડા રૂ. 150 પ્રતિ કિલો, ટગર રૂ. 100 થી 150 પ્રતિ કિલો, ડમરો રૂ. 6 થી 10, હજારીગલ રૂ. 50 થી 75 પ્રતિ કિલો, એન્થુરિયમ રૂ. 170 પ્રતિ કિલો, કાર્નેશન 200 પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યો છે. ઉપરાંત જાસ્મીન રૂ. 200 પ્રતિ કિલો, મેરીગોલ્ડ રૂ. 90 પ્રતિ કિલો, ઓર્કિડ રૂ. 160 પ્રતિ કિલો, ડેઝી રૂ. 15 થી 20 પ્રતિ કિલો, પારસ રૂ. 50 થી 60 પ્રતિ કિલો, મોગરો રૂ. 100 થી 150 પ્રતિ કિલો તથા લીલીની એક ઝૂડી રૂ.બે થી ત્રણમાં મળી રહી છે.

Read more: Pema Khandu: પેમા ખાંડુએ સતત ત્રીજી વખત અરુણાચલના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા

ભાવ વધારા અંગે વેપારાઓએ જણાવ્યુ છે કે તહેવારોની સિઝનમાં ફૂલોની માંગ વધુ રહે છે. ઉનાળો શરૂ થતાં ગરમીના લીધે ફૂલ સુકાઈ જાય છે. ફૂલોની ખેતી કરતી વખતે પાકને પૂરતા પ્રમાણમાં પાણી આપવું પડે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ ચાર્જ, આયાત-નિકાસ વગેરેમાં થતા વધારા-ઘટાડાને લીધે ફૂલોના ભાવમાં પણ વધારો-ઘટાડો થાય છે.,આગામી સમયમાં જેમ વરસાદ પડશે તેમ ધીમે ધીમે નવી આવક વધશે તો ભાવમાં પણ ઘટાડો થશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker