પોરબંદર કીર્તિ મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંત્યોદયથી સર્વોદયનો મહાત્મા ગાંધીનો મંત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રમાં સાર્થક થયો છે. મહાત્મા ગાંધીના પ્રાર્થના અંગેના વિચારોને આત્મસાત્ કરી તેમજ પ્રાર્થનાથી આત્મ શુદ્ધિ થાય છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ કીર્તિ મંદિર આવીને પ્રેરણા મેળવે છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીએ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો સંદર્ભ આપતા તેમણે જણાવ્યું હતું કે આઝાદીના સાત દાયકામાં સ્વચ્છતા માટે મહત્ત્વનું કાર્ય જન ભાગીદારી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં
થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં- ગુજરાતમાં સૌ એક કલાકના શ્રમદાનમાં ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જોડાયા છે. સ્વચ્છતા કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ સૌની સામૂહિક જવાબદારી -સામાજિક દાયિત્વ છે.
સત્યાગ્રહના માર્ગે દેશની આઝાદી અને મહાત્મા ગાંધીના સ્વરાજ અને ખાદીના વિચારોને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સંદર્ભમાં ખાદીને ગુજરાતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજથી 31 ઓક્ટોબર સુધી ખાદીના વેચાણ પર 20 ટકાનું વળતર આપવામાં આવશે. કીર્તિ મંદિરમાં નીરવ જોશી અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતા અને ભાવમય પ્રાર્થના સંગીતની પ્રસ્તુતિ કરી હતી. કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળની પણ મુલાકાત લઇ વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી. ઉ