આપણું ગુજરાત

Suratમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની શકયતા…

સુરતઃ ગુજરાતના સુરતમાં શનિવારે સાંજે પાંચ માળની ઈમારત ધસી પડી હોવાના સમાચાર સામે આવી રહી છે. 2017માં બનાવવામાં આવેલી તેમ જ સુરત મહાપાલિકાના અખત્યાર હેઠળ પાલી ગામ ખાતે આવેલી આ ઈમારતમાં અનેક લોકો ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં રહેતા મોટા ભાગના લોકો ભાડા પર રહે છે. આ ઈમારતમાં રહેતા લોકો શ્રમિકો છે. ચોક્ક્સ કેટલા લોકો આ બિલ્ડિંગમાં ફસાયા છે, એની કોઈ માહિતી મળી નથી.

આ પણ વાંચો : વડોદરાનો એક બ્રિજ પાંચ વર્ષથી લટકેલોઃ નાગરિકો પરેશાન

સુરત અગ્નિશામક દળના જવાનો સહિત પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરતના પોલીસ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિત રાજકીય પક્ષના નેતા ઘટનાસ્થળે હાજર છે. રેસ્ક્યુ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પણ આ ઈમારતમાં કેટલા લોકો ફસાયા છે એની કોઈ માહિતી મળી શકી નહોતી. પાંચ માળની આ ઈમારતમાં આશરે 30 ફ્લેટ હોવાની માહિતી સ્થાનિક નાગરિકો દ્વારા આપવામાં આવી છે.

સુરતના પોલીસ કમિશનરે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે બિલ્ડિંગ પડયાના પાંચ મિનિટ બાદ જ આ બાબતની માહિતી પોલીસને મળી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 30 ફ્લેટની આ સ્કીમમાં પાંચ છ પરિવારો રહેતા હતા. આ ઉપરાંત આ ઈમારત અલગ અલગ જગ્યાએ મજૂરી, કામ કરતાં મજૂરો આ બિલ્ડિંગમાં રહે છે.

એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે. આ દુર્ઘટના માટે જવાબદાર તેમ જ લાપરવાહી દાખવનાર સામે સખત કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button