આપણું ગુજરાતકચ્છ

Kutchની ગાંધીધામ જેલમાં કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

ગાંધીધામ: ગુજરાતના કચ્છ(Kutch) જિલ્લામાં ગાંધીધામની ગળપાદર જેલમાં પોલીસે રાત્રે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. આ દરોડામાં છ કેદીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ પ્રકરણમાં પાંચ પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

કેદીઓ કેફીપીણું પીધેલી હાલતમાં હતા

સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના પગલે એલસીબી, એસઓજી સહિતના અધિકારી તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગાંધીધામની ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રિ દરમિયાન અલગ-અલગ બેરેકવાઇઝ સરપ્રાઇઝ તપાસ ચેકીંગ હાથ ધરાયું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં બેરેકમાંથી આરોપીઓ કેફીપીણું પીધેલી હાલતમાં તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં મળી આવ્યા હતા.

તેમજ તેમની પાસેથી રોકડ રકમ 50 હજાર પણ મળી આવી હતી. આ ઉપરાંત જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી 500ના દરની નોટ નંગ-100, કુલ રૂ. 50,000 તથા ચાર્જર નંગ-1 કિંમત રૂ. 100 મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ કબજે લઇ હાલ આરોપીઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરોડામાં થોડા સમય પહેલાં લેડી કેન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આજ જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ઘટનામાં કડક કાર્યવાહી કરતા ગળપાદર જેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ એલ.વી.પરમાર, સુબેદાર આર.એસ.દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી.પટેલ, સિપાઈ રવિન્દ્રભાઇ ડી.મુળીયા અને શૈલેષભાઇ બી.ખેતરીયાને ફરજ મોકૂફ કરાયા હતા.

મોબાઈલ ફોન અને ચાર્જર પણ મળી આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામની ગળપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં રહેલા 6 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા પકડાયેલા કાચા કામના 6 કેદીઓમાં ભચાઉના રીઢા બૂટલેગર યુવરાજ જાડેજા ઉપરાંત જયંતી ભાનુશાલી મર્ડર કેસના આરોપી સુરજીત પરદેશીનો પણ સમાવેશ થાય છે. જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ ફોન અને ચાર્જર પણ મળી આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી