આપણું ગુજરાત

નવસારીમાં બનાવટી ચલણી નોટ સાથે પોલીસકર્મી સહિત પાંચ ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા સુરતના પોલીસકર્મી સહિત પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બે કારમાંથી ૫૦૦ના દરની રૂ. ૧૫ લાખની ભારતીય બનાવટી ચલણી નોટો, સરકારી પિસ્તોલ, મેગેઝીન તથા કારતૂસ નંગ-૧૦ સાથે એક પોલીસ કર્મચારી સહિત પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

વાંસદા પોલીસને બાતમી મળી હતી કે સુરતથી અનાવલ થઈને બે ફોર વ્હિલર વાહનોમાં કેટલાક શખ્સો ૫૦૦ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો લઈ ભીનારથી વાંસદા તરફ આવવાના છે. પોલીસે બાતમીના આધારે ભીનાર ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી બાતમીવાળા બે વાહનોને અટકાવી તપાસ કરતાં પાંચ આરોપીઓ પાસેથી ૫૦૦ના દરની ૨૯૯૪ નોટ મળી આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button