સુરતમાં ગેસ લીકેજ થતાં એક જ પરિવારના પાંચ દાઝ્યા: પરિવારનાં મોભીનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં એક જ પરિવારના પાંચ લોકો દાઝી ગયા હતા તેમાંથી પરિવારના મોભીનું મોત નિપજતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવની વિગતો મુજબ ૧૪ નવેમ્બરે ગેસ લીકેજ થતાં આગ લાગી તેમાં પરિવારના પાંચ લોકો દાઝ્યાં હતા. ઈજાગ્રસ્તોમાં પાંચ પૈકી ત્રણ બાળકો, અને માતાની હાલત ગંભીર છે.
દૂધ ગરમ કરવા જતાં આગ લાગી હતી. ઘરમાં આગ લાગવાના મામલે એક જ પરિવારના પાંચ લોકો દાઝી ગયા હતા. તેમાં ફિરોઝ અંસારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેની પત્નીની હાલત હજી પણ ગંભીર છે. જોકે ત્રણ બાળકોની તબીયત હાલ સ્થિર છે. સચિન સ્થિત સાંઈનાથ સોસાયટીનો આ બનાવ હતો. રાત્રે મહિલા પોતાના બાળક માટે દૂધ ગરમ કરવા રસોઈ ઘરમાં ગઈ હતી. જ્યાં તેણે માચીસ સળગાવતા ઘરમાં આગ ફાટી નીકળી હતી.
આ બનાવમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ૨૫ વર્ષીય ફિરોજ અન્સારી સંચા કારખાનામાં કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને ૩ બાળકો અને તેની માતા તથા બહેન સાથે રહે છે.
રાત્રીના આશરે બે વાગ્યાના અરસામાં ફિરોઝનો ચાર માસનો પુત્ર ભૂખ લાગતાં રડવા લાગ્યો હતો. ફિરોઝની પત્ની જેમીન દૂધ ગરમ કરવા માટે રસોઈઘરમાં પહોંચી હતી. ત્યારે આ ઘટના બની હતી.