આપણું ગુજરાત

ગુજરાતમાં હજુ પાંચ દિવસ માવઠાની ભીતિ: વાદળ વિખેરાતાં ઠંડીમાં થશે વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ચાલુ વર્ષે સતત કમોસમી વરસાદને પગલે જગતના તાતની હાલત કફોડી બની છે.

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગરમાં હળવો વરસાદ પડી શકે છે.

જોકે, પાંચ દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. આ ઉપરાંત આગામી ૨-૩ દિવસમાં લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં આંશિક વધારો અનુભવાશે. આ પછીના ૪-૫ દિવસ લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

અમદાવાદમાં ૧૯.૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો જ્યારે ૨૭.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો ઘટાડો થયો હતો.
ગત રાત્રિએ નલિયામાં ૧૪.૪ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન
હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button