ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનાની સહાય માટે પાંચ લાખથી વધુ વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ
અમદાવાદઃ ગુજરાતમા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓમા અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” (Namo Laxmi) યોજના જાહેર કરી હતી. આ વર્ષના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે એવુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠક બાદ પ્રવક્તા પ્રધાન ૠષિકેશ પટેલે જણાવ્યું હતું.
Read more: Gujarat Weather: આજે રાજ્યના આ વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ધોરણ-9 થી ધોરણ-12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં મોટાભાગે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
Read more: અમદાવાદમાં 147મી રથયાત્રાઃ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું
તેમણે ઉમેર્યુ હતુ કે નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થિનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-9 અને ધોરણ 11ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રૂચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-11 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 25000ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે.