ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડુબી, ચારના મોત.
ભાવનગર : ભાવનગરના બોરતળાવ (Bortalav Bhavnagar) નજીક રહેતી બાળકીઓ અને કિશોરીઓ કપડાં ધોવા ગઈ હતી, આ સમયે તેમ એક બાળકી નહાવા પડતાં ડૂબવા લાગી હતી, જેને બચાવવા જતાં અન્ય બાળકીઓ અને કિશોરીઓ પણ ડૂબી હતી. પરંતુ બાળકીઓ દ્વારા બૂમાબૂમ કરતાં નજીકના લોકો બચાવમાં આવ્યા હતા. બાળકીઓને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી.
ભાવનગરના બોરતળાવ એટલે ગૌરીશંકર સરોવર નજીકના વિસ્તારમાં રહેતી પાંચ બાળકીઓ આજ સવારના સમયે તળાવમાં કપડાં ધોવા ગઈ હતી. જ્યાં એક બાળકી પાણીમાં પડી જતાં ડૂબવા લાગી હતી. આ જોઈને અન્ય બાળકીઓ પણ તેને બચાવવા માટે એક પછી એક પડી હતી. બચાવવા ગયેલી પણ બાળકીઓ ડૂબવા લાગતાં બૂમાબૂમ કરી હતી. આ અવાજ સાંભળીને નજીકના લોકો બચાવવા માટે આવી પહોંચ્યા હતા.
સ્થાનિક લોકો દ્વારા બાળકીઓને બહાર કાઢ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં ચાર બળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. મૃતકોમાં નવ વર્ષીય રાશિ મનીષભાઈ ચારોલિયા, બાર વર્ષીય કાજલબેન વિજયભાઇ જાંબુચા, તેર વર્ષીય કોમલબેન મનીષભાઈ ચારોલિયા તેમજ સત્તર વર્ષીય અર્ચનાબેન હરેશભાઈ ડાભીનો સમાવેશ થાય છે. જ્યારે બાર વર્ષીય કિંજલ મનીષભાઈ ચારોલિયા હાલ સારવાર હેઠળ છે.
ભાવનગર મનપાના ચીફ ફાયર ઓફીસરે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, “ફાયર બ્રિગેડને બપોરે સાડા બાર વાગી આસપાસ ફોન પર માહિતી મળી હતી કે બોરતળાવમાં ઓયપાંચ નચ દીકરીઓ ડૂબી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચતા જાણવા મળ્યું હતું કે પાંચે દિકરીઓને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ચાર બાળકીઓનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાળકી હાલ સારવાર હેઠળ છે.
Also Read –