આપણું ગુજરાત

આજથી કેવડીયામાં શરૂ થયો છે આ ફેસ્ટીવલ, જાણો વિગતવાર…

કેવડીયાઃ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ગુજરાતના કેવડીયામાં બન્યું છે, જે લાખો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં આજથી એક અલગ પ્રકારનો ફેસ્ટ શરૂ થયો છે. આ સ્થળે બોટની ગાર્ડન પણ છે આથી અહીં બોટની ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં ભાજપના મહિલા નેતાનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ, ફોનમાં મળેલી વસ્તુથી મચી ગયો હડકંપ

આજથી એકતા નગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની, ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુકત ઉપક્રમે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટમાં અલગ અલગ રાજયોના 31 ટીમના કુલ 217 જેટલા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થિઓ એકતા નગરના બાયોડાયવર્સિટીનો અભ્યાસ કરશે. સહકાર ભવન ખાતે બપોરે 3.00 કલાકે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું ઉદ્ઘાટન થશે.

આ શિબિર દરમ્યાન એકતાનગર ખાતે વિવિધ રસપ્રદ ગેમ્સ દ્વારા જ્ઞાન પીરસવામાં આવશે. આ વિવિધ ગેમ્સમાં ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટીંગ, પંચેન્દ્રીય પરીક્ષા, ટેન્ટ મેકીંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નવતર પ્રયોગઃ ગુજરાતના આ શહેરમાં દીપડો આવતાં જ પડી જશે ખબર

આ અંગે વધુ માહીતી મળી છે કે, વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વિષય સ્પેશ્યાલિસ્ટ અને વોલેન્ટીયર્સની મદદથી એકતા નગરના આ કાર્યક્રમ દ્વારા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થિઓના જ્ઞાન માટે એકતા નગર ખાતે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યુ છે, આવનાર 4 દિવસો સુધી વિદ્યાર્થિઓ એકતા નગરની બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ કરશે જે ગર્વની બાબત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button