આપણું ગુજરાત

પહેલા નોરતે ગુજરાતમાં આ સ્થળોએ પડ્યો વરસાદ, ખેલૈયાઓ ચિંતામાં મુકાયા!

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે મહીસાગર, અરવલ્લી, અમરેલી સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. પહેલા નોરતે જ વરસાદ આવતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ સહિત રવિ પાકનું વાવેતર કરનાર ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.

હજુ 2 દિવસ એટલે કે 17 ઓક્ટોબર સુધી અમદાવાદ, રાજકોટ સહિત મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને કારણે નવરાત્રિ પર ગરબાનું સમગ્ર આયોજન બગડે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જો કે અમદાવાદ સહિત શહેરોમાં ગરમી અને તાપમાનમાં પણ વધ-ઘટ થઇ રહી છે. મહત્તમ તાપમાન અમદાવાદમાં 35 ડિગ્રી, ડીસામાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 35, વડોદરામાં 36, સુરતમાં 35, ભાવનગરમાં 34, રાજકોટમાં 36, પોરબંદરમાં 33, વલસાડમાં 37 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button