સુરતમાં ફાટી નીકળી આગ, એકનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
સુરતઃ એક તો મોત ક્યારે આવે તે ખબર નથી અને બીજું ગમે તેટલા જીવ જાય તંત્ર કાળજી લેતું નથી. સુરત શહેરમાં ફરી આગની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે. આ આગ આમ તો સાડી પર ટીકી ચોંટાડતા મજૂરોના રૂમમાં લાગી હતી, પરંતુ તેમાં વપરાતા કેમિકલે ક્યાર વિકરાળ સ્વરૂપ લઈ લીધું તે કોઈને ખબર પડી નહીં. આ ઘટનામાં એકનું મોત છે જ્યારે પાંચને ઈંજા થતાં હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં બની હતી. ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો. મકાનમાં ટેક્સ્ટાઇલના જોબવર્કનું કામ ચાલતું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી, અંદર કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા. તેમજ એક વ્યક્તિનું મોત થયાનું છે. મેયર અને શિક્ષણપ્રધાન હોસ્પિટલ દોડયા હોવાની માહિતી મળી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં આવેલા એક ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી. ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું હતું. જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો. દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ રૂમમાં આઠ કારીગર કામ કરી રહ્યા હતા અને જેમાંથી પાંચ જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું મોત થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Alert! સુરત પોલીસનો Navratriમાં ગરબા રમવા જતી યુવતીઓ માટે ખાસ સંદેશ, જાણો વિગતે
ફાયર ઓફિસરના કહેવા અનુસાર કેમિકલને લીધે આગ લાગી અને આગે આટલું વરવું સ્વરૂપ ધારણ કર્યું.
અમુક કારીગરોએ બાજુના મકાનમાં કૂદી જીવ બચાવ્યો હતો.