કોયલીની રિફાઇનરીમાં બ્લાસ્ટથી ભીષણ આગ; દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા

વડોદરા: વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. જેના કારણે રિફાઇનરી કંપનીમાં નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાની ઘટનાની સાથે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા, અંદાજે 5 થી 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો નથી.
વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ આગ લગવાની ઘટના ઘટી છે અને આ સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ધુમાડાના ગોટેગોટા કિલોમીટરના અંતરથી જોવા જોઇ શકાતા હતા. બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલો નથી. હાલ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત કામગીરીમાં મદદ કરી રહી છે.
આ પણ વાંચો : Surat એરપોર્ટ બન્યું દાણચોરીનું બીજું હબ, એક વર્ષમાં આટલા કરોડની દાણચોરી ઝડપાઇ
ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે આવનારા સમયમાં ફરી આવી ઘટના ન બને તે માટે રિફાઇનરી અને ફાયરના અધિકારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવશે અને તેના માટે ચોક્કસ પગલા લેવામાં આવશે.