બંગલાના રસોડામાં આગની ઘટનામાં આશાસ્પદ યુવાનનો ભોગ; પરિવારના ત્રણ સભ્યોનો બચાવ
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક બંગલામાં રસોડામાં ભીષણ આગ લાગવાણી ઘટના હતી. આ દુર્ઘટનામાં એક આશાસ્પદ યુવાન જીવતો ભૂંજાયો છે. ભાટ ખાતે આવેલા એક બંગલાના રસોડામાં અચાનક આગ લાગી હતી. અને આગ બીજા માળ સુધી પહોંચી જતાં પોતાના રૂમમાંથી યુવક બહાર ના નીકળી શકતા તેનું મોત થયું છે. પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો છે. આગની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાની પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો: પત્નીની આત્મહત્યા બાદ પુત્રની હત્યા કરી પતિએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંધીનગરના ભાટ વિસ્તારના એક બંગલાના રસોડામાં ભીષણ આગ લાગી હતી. વેદપ્રકાશ દલવાણી નામના મકાન માલિકના બંગલામાં આ દુર્ઘટના સર્જાય હતી. પરિવારના લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં આગ મકાનના બીજા માળ સુધી પહોંચી ગઇ હતી. વેદપ્રકાશના પત્ની બીનાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના બની હતી.
આ બનાવ સમયે બંગલામાં વેદપ્રકાશ, તેમના પત્ની બીનાબેન, પુત્રી આયુષિ અને પુત્ર આદિત્ય હાજર હતા. જેમાં નીચેના માળે રહેલા ત્રણે સભ્યોનો બચાવ કરવામાં સફળતા મળી હતી પરંતુ તેમનો પુત્ર આદિત્ય ઉપરના માળે હતો. તેને બચાવવા માટે લોકોએ અનેક બૂમો પડી હતી પરંતુ આગના વિકરાળ સ્વરૂપને લીધે નીચે નહોતો આવી શક્યો. આદિત્યનું આ દુર્ઘટનામાં મોત થયું છે.
આ પણ વાંચો: દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ભીષણ આગ, ઈમારતના કાચ તોડીને 70 દર્દીઓને બચાવાયા
ફાયરબ્રિગેડની ટીમને નીચેના માળ પરથી પરિવારનો સભ્યોનો બચાવ કરી લેવામાં સફળ રહી હતી પરંતુ આદિત્ય આ બનાવમાં મૃત્યુ પામ્યો છે. ફાયરબ્રિગેડના અધિકારીએ ઉપલા માળેથી આદિત્યના રૂમની બાલ્કની લોખંડના ગર્ડરથી કાપી આગમાં ભડથું થયેલ તેની લાશને બહાર કાઢી હતી.