આપણું ગુજરાતસુરત

સુરતમાં વરસાદી માહોલમાં ચાલતી કાર સળગીઃ લોકોમાં ભય ફેલાયો

સુરતઃ આમ ઉનાળાની ગરમીમાં આગ લાગવાના બનાવો વધુ બનતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદની સીઝનમાં આગ વાગવાની ઘટના વધી રહી છે. સુરતમાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી છે. અડાજણ વિસ્તારમાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. બોનેટમાંથી ધૂમાડો નીકળવાનું શરૂ થતાં જ ચાલકે કારને બાજુ પર ઉભી રાખીને સમયસૂચકતા દાખવી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો.

આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યાનુ અનુમાન

સુરતના અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે ચોકડી ઉપર જ મોડી રાત્રે કારમાં આગ લાગવાની ઘટના બની હતી. રાજહંસ સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહનચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. કારમાં બે લોકો સવાર હતા. આ દરમિયાન આગ લાગી હતી. બૉનેટના ભાગે આગ શરૂ થતા બંને કારમાં બેઠેલા વ્યક્તિ ઉતરી ગયા હતા. આસપાસના લોકો દ્વારા પોતાના કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાની ખૂબ સારી કામગીરી કરી હતી. જેના કારણે આગ ઉપર થોડો કાબૂ મેળવી લેવાયો હતો. ત્યારબાદ અમારી ટીમ દ્વારા સંપૂર્ણ રીતે આગ ઓલવી દેવાઈ હતી. બૉનેટના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યુ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button