અમદાવાદના પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા આગ, ઘટનામાં 64 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad: અમદાવાદ શહેરના પ્રહલાદનગર (Prahaldnagar) વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના (fire incident) બની છે. ઘટનાસ્થળે તત્કાલીક ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ રાહત કામગીરી માટે પહોંચી ગઈ હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 64 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદના પ્રહલાદનગર રોડ પરની કોમર્શિયલ બિલ્ડિંગ કોમર્સ હાઉસના નવમા માળે આગ લાગવાની ઘટના બની છે. ઇલેક્ટ્રીક ડ્રગમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. કોમ્પલેક્ષમાં આગ લગતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ચીફ ફાયર ઑફિસરના જણાવ્યા અનુસાર 15થી વધુ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત કામગીરીમાં લાગી છે. ફાયર ટીમના કુલ 40 જવાનો કામગીરી કરી રહ્યા છે.
ફાયરની ટીમની કામગીરીના લીધે હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. જેમાં કુલ 64 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. બપોરના 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી. બિલ્ડિંગના 9 માં માળે આગ લાગી હતી, ત્યારબાદ શોર્ટસર્કિટના કારણે ઇલેક્ટ્રિક ડગમાં આગ લાગી હતી. આગને લીધે લોકો બિલ્ડિંગના ટેરેસ પર જતાં રહ્યા હતા, જ્યાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.