બોલો આ બાળકને ઉંઘમાંથી જગાડવા ફાયર બ્રિગેડ બોલાવી પડી
ગાઢ ઊંઘની વાત આવે ત્યારે આપણે રામાયણના પાત્ર કુંભરર્ણની યાદ આવે. છ મહિના સૂતા અને છ મહિના જાગતા કુંભકર્ણની વાત આજે પણ રોમાંચ જ આપે. જોકે વડોદરામાં તો દસ વષર્ના કિશોરને એવી ઊંઘ લાગી ગઈ કે ઘરના થયા પરેશાન અને છેવટે ફાયર બ્રિગેડને બોલાવી રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો. ઘટના છે વડોદરાના ગોરવા વિસ્તારની. અહીં ઘોર નિંદ્રામાં પોઢી ગયેલા કિશોરે સૌના જીવ અધ્ધર કરી દીધાં હતા.
સમતા ફ્લેટમાં રહેતા એક પરિવારનો દસ વર્ષીય પુત્ર બેડરૂમમાં ટીવીનો હાઈ વોલ્યુમ કરી સુઈ ગયો હતો. પરિવારજનોએ એક કલાક સુધી ઉઠાડવાનો પ્રયાસ કર્યો છતાં તે નહીં ઉઠતા આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા અને રોકકળ મચી હતી.
આખરે ફાયર બ્રિગેડની મદદ લેવાતાં વડીવાડીની ફાયર ટીમ બનાવના સ્થળે પહોંચી હતી અને અડધો કલાકની જહેમત બાદ બીજા ફ્લેટમાંથી સીડી માટે કિશોર ફસાયો હતો તે ફ્લેટની બાલ્કનીમાં પહોંચી તેનું રેસ્ક્યુ કર્યું હતું.
આ દરમિયાન એકાએક કિશોર જાગી જતા સૌને રૂમમાં જોઈ અચરજ પામ્યો હતો. જ્યારે રોકકળ કરી રહેલા પરિવારે બાળકને હેમખેમ જોતા જીવમાં જીવ આવ્યો હતો. એપાર્ટમેન્ટના રહીશોએ માતાજીનો જય જય કાર બોલાવી ફાયર બ્રિગેડની જોખમી કામગીરીને બિરદાવી હતી.