પાટણમાં રાત્રે ઘરમાં આગ ફાટી નીકળી, નિંદ્રાધીન બાળક અને મહિલાના મોત
સિદ્ધપુર: ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બુધવારે રાત્રે એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી (Patan fire) હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જયારે ત્રણ લોકો દાઝી ગયા છે. મૃતકોમાં 4 વર્ષીય બાળક અને 65 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. રાત્રે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી.
Also read: ગુજરાતમાં બે દિવસ બાદ કડકડતી ઠંડીની અગાહી; બુધવારે આ શહેર સૌથી ઠંડુ રહ્યું
મળતી માહિતી મુજબ અચાનક લાગેલી આગ ઘરમાં ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે ઘરના સભ્યો બહાર આવી શક્યા ન હતા. થોડી વારમાં જ આખું ઘર આગની જ્વાળાઓએ લપેટાઈ ગયું હતું.
ઘરવખરી બળીને રાખ:
પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની બે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવાઈ ત્યાં સુધીમાં ઘરની મોટાભાગની વસ્તુઓ જેમ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ફર્નિચર અને અન્ય ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
Also read: બાળકોનું જે થાય તે આપણે ફરી આવીએ દુબઈઃ ગુજરાતનો દુબઈ રિટર્ન આચાર્ય થયા સસ્પેન્ડ
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને તપાસ શરૂ કરી. પ્રશાસન દ્વારા આગના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.