આપણું ગુજરાત

ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી


ભુજ: ગઈકાલે ગાંધીનગર ખાતે જૂના સચિવાલયમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો ત્યારે આજે ભુજની સરકારી ઈમારતમાં આગ લાગી હતી, જોકે સદનસીબે કોઈનો જીવ ગયો નથી. ભચાઉની ભાગોળે ભુજ-દુધઈ ધોરીમાર્ગ પર વીજ ટ્રાન્સફોર્મરમાં ગગનભેદી ધડાકા સાથે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જ્યારે બીજો આગનો બનાવ ભુજના મોટા બંધ સામે આવેલા સરકારી બહુમાળી ભવનમાં બન્યો હતો.

અગ્નિશમન દળના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ, ભુજને દુધઈ સાથે જોડતા ધોરીમાર્ગ પર સ્થિત એક વાડી નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લાગેલી આગની લપેટમાં આવી જવાથી નજીકના રહેણાંક મકાનની છત ઉપર પડેલા પ્લાસ્ટિકના મોટા ડ્રિપિંગ પાઈપમાં અને આસપાસ બાવળોની ઝાડીમાં પથરાયેલા કચરાના ઢગલામાં પણ આગ લાગી હતી.

ઘટનાની જાણ થતાં જ ભચાઉ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ફાયર ફાયટર વડે આગ ઉપર પાણીનો મારો ચલાવી અંદાજે ત્રણેક કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. બીજી તરફ, જિલ્લા મથક ભુજના મોટા બંધ નજીકના માહિતી ભવન સામે આવેલા સરકારી બહુમાળી ભવનમાં બુધવારની વહેલી સવારે આગ ફાટી નીકળવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


Also read: Rajkot સરદારધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલા કેસમાં પીઆઇ સસ્પેન્ડ, પોલીસે તપાસ તેજ કરી


મહત્વના દસ્તાવેજો ધરાવતી વિવિધ સરકારી વિભાગની કચેરી ધરવતા બહુમાળી ભવનના બીજા માળે આવેલી જી-સવાન કચેરીના સર્વર રૂમમાં સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂમ નંબર ૩૦૩ અને ૩૦૪ પણ તેની ચપેટમાં આવી ગયા હતા અને કચેરી અંદર પડેલા સર્વર, કોમ્પ્યુટર જેવો ઇલેક્ટ્રોનિક્સ સમાન, ફર્નિચર અને અગત્યના સરકારી રેકર્ડ બળીને ખાક થઈ ગયા હતા. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગની ટીમે અંદાજીત બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button