Rajkot: ગોપાલ નમકીનની ફેક્ટરીમાં વિકરાળ આગ; હજુ પણ આગ કાબૂ બહાર
રાજકોટ: બપોરના સમયે રાજકોટના મેટોડા GIDCમાં આગ લાગ્યાની ઘટનાના અહેવાલો છે. મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોતજોતામાં ફેક્ટરીની આગ વિકરાળ બની હતી અને દૂરદૂરથી ધુમાડાના ગોટા દેખાતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની મેટોડા GIDCમાં ગોપાલ નમકીન ફેક્ટરીના યુનિટમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઈ છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા છે. આગની ઘટનાને પગલે 10થી 15 ફાયર ફાઈટર્સની ટીમનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પ્રોડક્શન યુનિટમાં ભીષણ આગ
મેટોડા GIDC ગોપાલ નમકીનની ફે્ક્ટરીના પ્રોડક્શન યુનિટમાં ભીષણ આગની ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તરત ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના અધિકારીએ વાત કરતાં જણાવ્યું હતું કે આગ લાગવાના સમયે તે આટલા વિકરાળ સ્વરૂપે નહોતી પહોંચી પણ હાલ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જેના પર ફાયર ફાઈટરો દ્વારા કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભીષણ આગના પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી છે. આગ છેલ્લા ત્રણ કલાકથી લાગેલી આગ હજી કાબૂમાં આવી નથી.
આ પણ વાંચો : રાજકોટમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યું
શું કહ્યું સ્થાનિકોએ?
આગના બનાવ અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાર્ટૂનમાં આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. જો કે હાલ ફેક્ટરીમાં કોઈ ફસાયું હોવાનું જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે, આગ છેક ત્રીજા માળ સુધી ફેલાઈ છે. આગના વિકારળરૂપના કારણે મોટેડામાં ઉભી કરાયેલી ફાયર સુવિધા ઓછી પડતાં કાલાવડ જાણ કરવામાં આવેલી પણ ત્યાંથી વિલંબ થાય તેમ હોય આથી રાજકોટથી ફાયર વિભાગની મદદ મોકલવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પણ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.