Vadodara ની સયાજી હોસ્પિટલમાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ : વડોદરા(Vadodara) શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સયાજી હોસ્પિટલમાં આગ(Fire)લાગી છે. હોસ્પિટલના ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.જો કે આગ લાગતાં ઓપરેશન થિયેટર ખાલી કરી દેવામાં આવ્યું છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે.
ગુજરાતના રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હાઇકોર્ટ સ્કૂલ, હોસ્પિટલ અને જાહેર સ્થળોએ ફાયર સેફટીને લઇને આકરું વલણ અપનાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને તમામ જાહેર સ્થળો પણ ફાયર સેફટીના નિયમોના પાલન માટે તાકીદ કરી છે. તેમજ તેની બાદ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પણ હરકતમાં આવી છે. તેમજ ફાયર સેફટીની અમલવારી માટે સ્થળ તપાસ કરીને નોટિસ આપી રહી છે. તેમજ અમુક સ્થળ પર સીલ પણ મારવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તેને અપગ્રેડ પણ કરવામાં આવી રહી છે.