આપણું ગુજરાતકચ્છભુજ

અંજાર પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી…

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જાણીતી જીનસ કંપનીના એકમમાં મંગળવારે ભયાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મળી રહેલા પ્રાથમિક અહેવાલો મુજબ, બનાવસ્થળે દોડી ગયેલા ફાયર ફાઇટરોએ આગના લબકારા વચ્ચે ફસાઈ ગયેલા કંપનીના કામદારોને બહાર કાઢી આગને ઠારવા પ્રયત્નો હાથ ધર્યા છે.

આ પણ વાંચો : ભચાઉ નજીક પોલીસે ઝડપ્યો 25.60 લાખનો વિદેશી દારૂ: આરોપીઓ ફરાર

વિકરાળ સ્વરૂપ ધારણ કરનારી આગના ધુમાડા બે કિલોમીટર દૂરના અંતરેથી પણ દેખાઈ રહ્યા છે.

દવાનળને વધુ ફેલાતો અટકાવવા માટે અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વેલસ્પન, અંજાર અને કંડલા ટીમ્બર એસોસિયેશનના ફાયર બ્રિગેડ સહિતની ૧૦થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. વિકરાળ આગના સમાચાર મળતા જ અંજારના એસડીએમ, પોલીસ વિભાગના અધિકારીઓ અને અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના વાવડ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિકના જથ્થામાં લાગેલી આગ ઓલવવા માટે જહેમત ઉઠાવવી પડી રહી છે તેમ એક ફાયરફાઈટરે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button