આપણું ગુજરાત

અગ્નિકાંડને લઈને કાર્યવાહી : 2 PIને કરાયા સસ્પેન્ડ; મનસુખ સાગઠિયાના રિમાન્ડ મંજૂર

રાજકોટ: કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં (TRP Game Zone) સર્જાયેલ અગ્નિકાંડને લઈને ચાલી રહેલા તપાસન દોરમાં વધુ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. 2021 માં ફરજ દરમિયાન ગેમઝોનને મંજૂરી આપવામાં રહેલી શંકાસ્પદ ભૂમિકાને ધ્યાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. SIT દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન પોલીસ વડાએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને પીઆઇ. જે.વી.ધોળા અને વી.એસ. વણજારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rajkot અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો Gold મળ્યું

આ બંને અધિકારીઓ મૂળરૂપે 2021ના સમયગાળા દરમિયાન રાજકોટમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ રાજકોટથી પીઆઇ જે.વી. ધોળાની બદલી પશ્ચિમ-ભુજ (કચ્છ) ખાતે કરવામાં આવી હતી અને હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે પીઆઇ વી.એસ. વણઝારા હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા હતા.

હાલમાં અગ્નિકાંડને મામલે નિમાયેલી SITની તપાસને આધારે કરવામાં આવેલ રિપોર્ટમાં આ બંને અધિકારીના ફરજના સમય દરમિયાન બેદરકારીની વિગતો સામે આવી હતી. આ પોલીસ વડા દ્વારા બંને પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલ SIT સિવાય અન્ય એક સમિતિ પણ તપાસ કરી રહી છે. જેમાં હાલ રાજકોટના બે પૂર્વ મ્યુ. કમિશનરની તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હરણી બોટકાંડ દુર્ઘટનાના સરકારી રિપોર્ટ પર હાઇકોર્ટ લાલધુમ કહ્યું “સરકારના મતે કઈ ખોટુ જ નથી થયું”

રાજકોટ અગ્નિકાંડને લઈને આરોપી સસ્પેન્ડ કરાયેલ ટીપીઓ મનસુખ સાગઠિયાને હાલ ACB દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તેના 6 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી વકીલે ધારદાર અલીલ કરતાં કહ્યું હતું કે હજુ તેની બેન્કની માહિતીની તપાસ કરવાની બાકી છે. સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહિ. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી જે તેની હાજરીમાં કરવી જરૂરી છે. સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button