ગુજરાતમાં NEETની પરીક્ષામાં માર્ક્સ આપવાના ષડયંત્રનો પર્દાફાશ, 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ…
જેતપુરના ખેડૂત પાસેથી 30 લાખ પડાવ્યા હતા

રાજકોટઃ NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ આપવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. જેમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પાંચ દલાલોની સંડોવણી હોવાનું ખુલ્યુ હતું. આ કેસમાં રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 2024માં પકડાયેલા કૌભાંડની તપાસ 2025માં શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેતપુરના ખેડૂત પાસેથી 30 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડ દેશવ્યાપી હોવાની આશંકાથી ખળભળાટ મચ્યો હતો.
પાંચ દલાલોની સંડોવણી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ આપવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. જેમાં પાંચ દલાલોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. રાજકોટમાં ધવલ સંઘવી, સુરતમાં પ્રકાશ તેરૈયા, અમદાવાદના વિપુલ તેરૈયા અને અપૂર્વ શાહ એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઈન્દોરમાં મનજીત જૈન એજન્ટ હોવાની શક્યતાઓ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
650થી વધુ માર્ક્સ આપવાનું ષડયંત્ર સામે આવ્યું
સતત બીજા વર્ષે નીટની પરીક્ષાને લઇ વિવાદ સામે આવ્યો હતો. જેમાં આ વર્ષે નીટની પરીક્ષામાં એજન્ટો દ્વારા 75 લાખથી એક કરોડમાં 650+ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર રચાયું હોવાની વિગતો સામે આવી હતા. જેતપુરના ખેડૂત તુષાર વેકરિયાને ગેરંટ આપી આરોપીઓએ 30 લાખ પડાવ્યા હતાં. ફરિયાદીએ NEET 2024 પરીક્ષા પહેલા 30 લાખ આપ્યા હતા. ચીટર ગેંગે પરીક્ષામાં પાસ કરાવી આપવાની ગેરંટી આપી હતી.
NEET 2025ની પરીક્ષા પહેલા પણ ગેંગે લોકોને છેતર્યા હોવાની શંકાના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. NEETની પરીક્ષામાં પાસ કરાવી આપવા ગેરેન્ટી આપનાર તોડ ગેંગ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સોને પકડવા કવાયત શરૂ કરવામાં આવી હતી.
આપણ વાંચો : NEET PGના કટ ઑફમાં થયો ફેરફાર, તમામ શ્રેણીઓ માટે કટઓફ ટકાવારીમાં ઘટાડો