Ahmedabadના જુહાપુરામાં મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં શહેરના જુહાપુરા વિસ્તારમાં શનિવારની મોડી રાત્રે ધંધામાં સ્પર્ધા મુદ્દે સામાન્ય બોલાચાલી બાદ બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં આ ઘટનામાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ફેબ્રિકેશનના ધંધામાં બંને પક્ષના વેપારીઓ વચ્ચે બબાલ થઇ હતી. તેમજ બોલચાલ ઉગ્ર બનતા બંને જુથના લોકો સામ સામે મારામારી પર ઉતરી આવ્યાં હતા.
તેમજ એક સમયે બે પક્ષો વચ્ચે પથ્થરમારો પણ સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો…Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
પાર્સલ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ
આ ઉપરાંત અમદાવાદના સાબરમતીમાં ગઈ કાલે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને પાર્સલ આપી બ્લાસ્ટ કરવા મુદ્દે પોલીસે મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી છે. જ્યારે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસને આરોપી પાસેથી બે તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે.આ આરોપી પાસેથી એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા છે.આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.