આપણું ગુજરાત

કચ્છ બન્નીના ઘાસિયા મેદાનમાં ભીષણ આગ, પાલતુ પશુઓ માટેનો ઘાસચારો નષ્ટ

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું બન્નીનું મેદાન એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત છે. હાલ આ બન્નીના ઘાસિયા મેદાનમાં ભભૂકી ઉઠેલી આગના કારણે અફડાતફડી નો માહોલ સર્જાયો છે. ચારે તરફ ફેલાઈ ગયેલી આગથી લોકોમાં પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભીષણ આગને કારણે પશુધન માટેના કિંમતી ઘાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગ ના બનાવ અંગે તંત્રએ વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છના બન્ની વિસ્તારમાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ જ કારણે, માલધારીઓ તેમના પાલતા પશુઓને ચરાવવા માટે અહીં લાવે છે. આ માલધારીઓ આ ઘાસના મેદાનમાં જ તેમના માટે રસોઈ અને ચા બનાવવા માટે આગ પ્રગટાવે છે, આ કારણથી ઘાસના મેદાનમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના આવા અનેક બનાવો અગાઉ પણ સામે આવી ચુકી છે. પ્રકાશમાં આવતા રહે છે. બન્નીના ઘાસિયા મેદાનમાં આગ લાગે ત્યારે ફાયર ફાયટર પણ આ વિસ્તારોમાં પહોંચી શકતા નથી. ઘાસના મેદાનોમાંના ઘાસ બળીને નાશ પામે છે જેના કારણે ઉનાળાની ઋતુમાં પ્રાણીઓ માટે ઘાસ પણ મળતું નથી.

બન્નીના ઘાસિયા મેદાન વન વિભાગના બન્ની ગ્રાસલેન્ડ ફોરેસ્ટની દેખરેખ હેઠળ આવે છે, પરંતુ એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન હોવા છતાં અહીં આગ બુઝાવવાની કોઈ વ્યવસ્થા નથી. આગામી ઉનાળાના દિવસોમાં પશુઓને ઘાસ મળી રહે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. હાલ તો આ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button