આપણું ગુજરાતસુરત

સુરતમાં જમાઈને ફસાવવા સસરાએ રચ્યું ષડયંત્ર, જાણો સસરાના પરાક્રમનો ચોંકાવનારો કિસ્સો

સુરત : ગુજરાતના સુરતમાં(Surat)જમાઈને ફસાવવા માટે સસરાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં સસરાએ ટ્યુશન ક્લાસના નામે ધાર્મિક તણાવ વધારવા સોશિયલ મીડિયા પર એક પેમ્ફલેટ વાયરલ કર્યું હતું. જ્યારે આ મામલો પ્રકાશમાં આવતાં જમાઈની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.

રઈસ શેખે પોલીસમાં પેમ્ફલેટ મુદ્દે ફરિયાદ નોંધાવી

આ અંગે સુરત પોલીસના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે રઈસ શેખ લિંબાયત નુરાની વિસ્તારમાં તેના ઘરની ઉપર ટ્યુશન ક્લાસ ચલાવે છે. તેના ટ્યુશન ક્લાસના નામે એક પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેમાં ચોક્કસ ધર્મના લોકો દ્વારા અન્ય ધાર્મિક સંસ્થાઓ વિશે વાંધાજનક વાતો લખવામાં આવી હતી. ધાર્મિક વિસંગતતા ફેલાવવાનો અને વિદ્યાર્થીઓને ચોક્કસ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોએ પણ તેમનો સંપર્ક કર્યો હતો. જ્યારે આખરે રઈસ શેખે પોલીસમાં પેમ્ફલેટ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.

સસરાની પૂછપરછ કરતાં ગુનો કબૂલ્યો

જો કે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રઈસ શેખને તેની પત્ની સાથે પણ અણબનાવ હતો. પત્ની અને સસરા સુલેમાન ચાંદ શેખ સાથે પણ મતભેદો હતા. પોલીસે સસરાની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે તેણે તેના જમાઈને બદનામ કરવા અને તેને સરકારી શાળામાં નોકરી ન મળે તે માટે આ પેમ્ફલેટ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું હતું. સુલેમાન ચાંદ શેખ પણ સરકારી શાળામાં શિક્ષક છે અને તે જ શાળામાં તેણે મેગેઝીનની ચાર-પાંચ કોપી છપાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. મેગેઝિનમાં એવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધે અને જમાઈના કોચિંગ ક્લાસ બંધ થઈ જાય.

પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો

પોલીસે સરકારી શિક્ષક સુલેમાન ચાંદ શેખ વિરુદ્ધ BNSની કલમ 299, 302, 351, 352, 355 અને 356 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. જમાઈને ફસાવવા માટે સસરાએ સોશિયલ મીડિયા પર જે પેમ્ફલેટ વાઈરલ કર્યું હતું તેમાં લખ્યું હતું કે “સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસ, એસવાય નંબર 33, પ્લોટ નંબર 12, પ્રતાપ નગર સોસાયટી, લિંબાયત, ઉધના, સુરત અહીં 1 થી 12 સાયન્સ, કોમર્સ, આર્ટસ સાથે અમારી વિશિષ્ટ સેવાઓનો લાભ લો.

આ પણ વાંચો : અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત

પેમ્ફલેટમાં હિંદુ વિરોધી બાબતો લખવામાં આવી

આ પેમ્ફલેટમાં હિંદુ વિરોધી બાબતો લખવામાં આવી હતી. તેમજ માત્ર મુસ્લિમ વિધાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ ભાજપ, આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળને નાબૂદ કરવાની યુકિત શીખવાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button