કચ્છના લુણવા ગામે ટોળાએ પોલીસના કાફલા પર કર્યો જીવલેણ હુમલો કર્યો

ભુજ: કચ્છના ભચાઉના લુણવા ગામે પોલીસ કાફલા પર પથ્થરમારો, હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની હતી. શનિવારે રાત્રે જાનથી માર નાખવાની ધમકી મળતા ફરિયાદીની મદદ માટે પીએસઆઈ, મહિલા પોલીસ સહિતનો કાફલો ગામે પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપીઓ સહિત 90 જેટલા શખ્સોના ટોળાએ પોલીસ કાફલાને ઘેરીને હુમલો કર્યો હતો.
22 શખ્સ વિરૂદ્ધ નોંધાયો ગુનો
સમગ્ર ઘટના મામલે ભચાઉ પોલીસે 22 શખ્સ વિરૂદ્ધ નામજોગ અને અન્ય 60-70 ટોળા સામે હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતની વિવિધ ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રસ્તામાં બનાવેલા બમ્પને લીધે સર્જાયો વિવાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભચાઉ તાલુકાના લુણવા ગામ ખાતે રહેતા પ્રવિણ ખેતાભાઈ કોલીએ શનિવારે રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી વિરૂદ્ધમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટના એમ છે કે, ગામમાં આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલા મોટા બમ્પના કારણે વાહનોને નુકસાની ન થાય તે માટે ફરિયાદી પ્રવિણે બમ્પને થોડો તોડી નાખવા કહ્યું હતું. તેને લઈને આરોપીએ પ્રવિણને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Also read: કચ્છમાં અલગ અલગ બનાવોમાં ત્રણ યુવકનાં મોત…
સમગ્ર મામલે પ્રવિણે પોલીસમાં ફરિયાદ નોંધાવીને ઘરે પરત ફર્યા હતા, ત્યારે આરોપી સહિતનું ટોળુ હથિયાર સાથે આવી પહોંચ્યું હતું. અને પછી પ્રવિણના ઘરને સળગાવી દેવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને પ્રવિણે ભચાઉ પોલીસને જાણ કરતાં પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો લુણવા ગામે પહોંચ્યો હતો.