ગટરના ખુલ્લા ઢાંકણા એ એક વ્યક્તિનો ભોગ લીધો
રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઈક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો.
જાડેજા પરિવારના કુટુંબીજનોએ કોર્પોરેશન પર આક્ષેપક કરતા જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆતો કરવા છતાં સમગ્ર શહેરમાં ખાડા તથા ખુલી ગટરો લોકો માટે આપત્તિ રૂપ બન્યા છે.
કોંગ્રેસી આગેવાન ગાયત્રીબા વાઘેલાએ કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પ્રિમોન્સૂન કામગીરી માં કરોડો ખર્ચ ટુ કોર્પોરેશન ખરેખર કાગળ ઉપર જ કામ કરે છે. ભ્રષ્ટાચાર થી ખબત તું તંત્ર પ્રજા માટે ત્રાહિમામ છે. વોર્ડ નંબર 1 રાજ્યના કેબિનેટ મંત્રી અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા નો વિસ્તાર છે જો એ વિસ્તારમાં જ ખાડાની તથા ગટરની તકલીફ દૂર ન થતી હોય તો શહેરના અન્ય વિસ્તારની શું હાલત હશે.
આ પણ વાંચો : અગ્નિકાંડ બાદ ઇતિહાસની સૌથી મોટી ભરતી કરશે રાજકોટ મનપા: 428 જેટલી જગ્યાઓ ભરાશે…
મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,
બનાવ સ્થળ ખાતે ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી.
ગંભીર બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું 10 દિવસ બાદ મોત નિપજ્યું છે.
વોર્ડ નંબર 1ના ઓફિસરને ડ્રેનેજની ફરીયાદ ઉકેલવા સૂચના અપાઇ ગઇ છે. આ ઉપરાંત પણ કોઈ ફરિયાદ પેન્ડિંગ હોય તો તાત્કાલિક અસરથી નિકાલ કરવો તેવી પણ વોર્ડ ઓફિસમાં સૂચના અપાઈ ગઈ છે.
ત્રણેય ઝોનના સીટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરીયાદો ઉકેલવા સૂચના આપવામાં આવી છે.
શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે.
ફ્રેમ જેટલી તૂટી હશે તે તમામ નવી નાખવાનું કામ કરવામાં આવશે.
હાલ તો આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે એક ઘરના મોભીનો ભોગ લેવાયો છે. કોર્પોરેશન એ તાત્કાલિક અસરથી શહેરની ગટરની સફાઈ તથા રોડ રસ્તા નું કામ હાથ ધરવું જોઈએ.