Gujarat માં ખેડૂતો એ PM Kisan Yojana નો હપ્તો મેળવવા કરવું પડશે આ કામ

ગાંધીનગર : ગુજરાતના (Gujarat)જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana)હેઠળ 18માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી 30 જુલાઈ 2024 સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો ૧૮મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડીંગ –ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત છે.
ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે
જેમાં ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત આધાર સીડીંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થીત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવશે તો પણ તેમનો 18મો હપ્તો જમા થઈ જશે.