આ ડેરીમાં દૂધ નહિ પણ ગૌમૂત્ર ભરાવીને ખેડૂતો કરી શકશે આવક……
પાલનપુર: ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને વધારાની આવક કરી શકે છે અને આ માટે દૂધની ડેરીઓ તેમના માટે ખૂબ જ મહત્વની બની રહે છે. પરંતુ હવે ખેડૂતોને માટે વધુ એક સારા સમાચાર બનાસકાંઠાથી આવ્યા છે કે જ્યાં હવે ખેડૂતો ગૌમૂત્ર વેંચીને પણ વધારાની આવક કરી શકે છે. આથી ખેડૂતો મહિને લગભગ 1500 રૂપિયા જેટલી વધારાની આવક કરી શકશે.
ભાભરમાં ગૌમૂત્ર ડેરી:
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ગૌમૂત્રની પહેલી ડેરી સ્થપાઈ છે. વિશ્વમાં ગૌમૂત્ર માટેની આ પ્રથમ ડેરી છે. હવે ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરીને દૂધ વેંચીને તો આવક કરતાં હતા પરંતુ હવે ખેડૂતો ગૌમૂત્રની પણ આવક કરી શકે છે. પશુપાલકો અને ખેડૂતો ડેરીમાં પ્રતિ લિટર રૂપિયા 5 ના ભાવથી ગૌમૂત્ર વેંચી શકશે. લગભગ ખેડૂતો કે પશુપાલકો રોજનું દસેક લિટર જેટલું ગૌમૂત્ર જમા કરી શકે છે અને મહિને વધારાની 1500 રૂપિયાની આવક કરી શકે છે.
હાલ 700 થી વધુ ખેડૂતો ભરાવે છે ગૌમૂત્ર:
હાલ આ ડેરીમાં ભાભરમાં 700 થી વધુ ખેડૂતો અને પશુપાલકોએ ગૌમૂત્ર ભરાવવાનું શરૂ કરી દીધું છે. જેમાંથી માત્ર એક જ દેશી ગાય હોય તેવા ખેડૂતો 1500 ની માસિક આવક થઈ શકે છે. તો વધુ ગઈ ધરાવતા ખેડૂતો કે પશુપાલકો વધારે આવક કરી શકે છે. હાલ તો ગાયનો વ્યવસાય ખેડૂતો અને પશુપાલકો માટે કોઈ ખાસ આવક કરી આપતો નથી. પરંતુ હવે આ ડેરીની સુવિધાથી એક અન્ય આવક ઉભી કરનારો સાબિત થનાર છે.
ગૌમૂત્રની ઉપયોગિતાથી વધી છે તેની માંગ:
હવે ગૌમૂત્રના ઉપયોગથી ખેતીમા કરીને ખેડૂતો ખેતપેદાશોમા પણ વધારો કરી રહ્યા છે, હવે નાના ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ગૌમૂત્રથી જંતુનાશક દવાઓ બનાવવા, દરિયાઈ શેવાળનું મિશ્રણ કરી જમીનને પોચી બનાવવાની દવા માટે પણ ઉપયોગી છે. રાસાયણિક ખાતરના વધુ પડતાં ઉપયોગથી જમીન કઠણ બની જતી હોય છે અને તેના માટે ગૌમૂત્રની દવાના છંટકાવથી જમીનને પોચી બનાવી શકાય છે.
જીવાતને નિયંત્રિત કરવા માટેની દવાઓ બનાવવા માટે પણ ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે આથી તેઓ ફાયદો ગૌશાળાને પણ થવાનો છે. આ ડેરીના લીધે ગૌશાળા સહિત ગાયોને રાખતા લોકોને પણ આર્થિક રીતે લાભકારી રહેશે.
Also Read –