Laapataa Ladies માતા-પિતા પરણવા દબાણ કરતા હતા ને મારે ભણવું હતું એટલે હું…

રાજકોટ : રાજકોટમાં રહેતી 21 વર્ષીય યુવતીને તેનો અભ્યાસ બંધ કરીને લગ્ન કરી લેવા માટે માતાપિતા દ્વારા દબાણ કરવાં આવતું હતું. જેથી કંટાળીને યુવતી અમદાવાદ આવી ગઈ હતી. પરંતુ દીકરી અમદાવાદ હોવાની વિગતો પરિવારને મળતા પરિયાવાર અમદાવાદ આવી પહોંચ્યો હતો. પરંતુ અંતે યુવતીએ અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી. આથી અભયમ ટીમે પરિવારનું કાઉન્સેલિંગ કરીને કાયદાકીય માહિતી પણ આપી હતી. જો કે યુવતીએ પરિવાર સાથે જવાની મનાઈ કરતાં તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી.
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી સયુંકત પરિવારમાં પોતાના માતા પિતા સાથે રહેતી એક યુવતીને તેનો પરિવાર અભ્યાસ બંધ કરીને લગ્ન કરાવવા માંગતો હતો. પરંતુ યુવતી આ માટે તૈયાર નહોતી, તો પરિવાર બળજબરીથી લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. આ બાબતની જાણ થતાં યુવતી અમદાવાદ આવી ગઈ હતી.
રાજકોટથી અમદાવાદ આવી ગયેલી આ યુવતી વસ્ત્રાપુરમાં રહેવા લાગી હતી. જેની જાણ તેના પરિવારમાં થતાં તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જો કે યુવતી પરિવાર સાથે જવા નહોતી માંગતી તેમ છતાં તેનો પરિવાર તેને બળજબરીથી સાથે લઈ જવા માંગતો હતો. આથી યુવતીએ 181 પર ફોન કરીને મદદ માંગી હતી.
181 અભયમ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આ ઘટના અંગે યુવતીની પૂછપરછ કરી હતી. યુવતી જણાવ્યું હતું કે તેમને ઘર લઈ જવામાં આવશે તો તેને મારી નાખવામાં આવશે. આથી અભયમ ટીમે પરિવારને આ અંગે કાયદાકીય માહિતી આપી હતી. આથી પરિવાર યુવતીને અમદાવાદ મૂકીને જ રાજકોટ પરત ફર્યો હતો. હાલ યુવતીને તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી.