આપણું ગુજરાત

મહેસાણામાં કુટુંબ નિયોજન કૌભાંડ: ૧૦ મહિલા હેલ્થ વર્કરને નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણામાં ૩૦૦ જેટલા કુટુંબ નિયોજન ઓપરેશનનું કૌભાંડ બહુચર્ચિત બન્યું છે. લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરનું કૌભાંડ પકડાયું છે. જેમાં ૧૦ જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં આવી છે. હેલ્થ વર્કર્સે કુટુંબ નિયોજનના ઓપરેશનના ૩૦૦ આંકડા આપ્યા હતા. જોકે, ડેટામાં કોઈનું નામ સામેલ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લામાં ૩૦૦ જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન થયા પણ કોના થયા ખબર નથી! કોનું ઓપરેશન થયું એની વિગતો નહિ પણ આંકડા આપી દેવાયા છે.
મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં મોટાપાયે ચાલતું આ કૌભાંડ પકડાયું છે, જેમાં કૌભાડમાં ૧૦ જેટલી મહિલા હેલ્થ વર્કર બહેનો ને કારણદર્શક નોટિસ અપાઈ છે. કુટુંબ નિયોજન ઓપરેશનના ખોટા આંકડા આપવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. ૩૦૦ આંકડા આપ્યા પણ કોનું ઓપરેશન થયું એના નામ નથી. કોના ઓપરેશન થયા એના નામ નહિ મળતાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. માત્ર ટાર્ગેટ પૂરો કર્યો હોવાના આંકડા દર્શાવવા આંકડા આપી દેવાયા તે સવાલ ઊઠ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button