આપણું ગુજરાત

આપધાત કરનાર દિપકના પરિવારની પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ખંડણીની કલમ ઉમેરવા રજૂઆત.

દિપકભાઈ હરજીવનભાઈ ધ્રાંગધરીયાને મરવા મજબૂર કર્યાના બનાવમાં પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ખંડણી માંગ્યાની કલમો ઉમેરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને માનવ અધિકાર સમિતિ અને પરિવારજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

દિપકભાઈ હરજીવનભાઈ ધ્રાંગધરીયાને મરવા મજબૂર કર્યાના બનાવમાં પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ખંડણી માંગ્યાની કલમો ઉમેરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને માનવ અધિકાર સમિતિ અને પરિવારજનો દ્વારા રજુઆત કરાઈ હતી.

રજુઆતકર્તા મૃતક દીપકભાઈના પત્ની અલ્પાબેન (રહે.ક્રિસ્ટલ હેવન, મવડી કણકોટ રોડ, રાજકોટ) જણાવ્યું કે, મારા પતિ સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ લોધિકા તાલુકાના ખાંભા નજીક એક મંદિરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ. આપઘાત કરતા પહેલા તેઓએ મોબાઈલમાં પોતાનો વીડિયો ઉતારી આપઘાતનું કારણ જણાવેલ. તા.૨૩/૨/૨૦૨૪ ના રોજ આ અંગે મારી ફરિયાદ લઈ લોધિકા પોલીસે આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આરોપી હિતેન્દ્ર પટેલ પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

આરોપીએ અમો ફરીયાદીના પતિ સામે અગાઉ પ્રોહીબીશનનો કેસ કરેલ હતો અને ત્યારે મારા પતિને ધાક ધમકી આપી રૂ.૩,૦૦,૦૦૦ ગેરકાયદેસર રીતે પડાવી લીધેલ હતા. તા. ૧૪/૨/૨૦૨૪ નાં રોજ અજાણ્યા વ્યકિતનો દારૂ પકડાયેલ તેમાં અમો ફરીયાદીનાં પતિનું ખોટી રીતે નામ સંડોવી દેવાની ધમકી વારંવાર મારા પતિને આપતા હોય અને જે ખોટા કેસમાંથી બચવુ હોય તો રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦ તાત્કાલીક આપવા. જેથી આરોપીને અસહય ત્રાસ તેમજ મહાવ્યથાના કારણે અમો અમો ફરીયાદીનાં પતિએ આપઘાત કરી લીધેલ હતો. આ કામનાં આરોપી પી.એસ.આઈ. હિતેન્દ્ર પટેલે અવારનવાર ગેરકાયદેસર ખંડણીની માંગ કરતા હોય અને અમો ફરિયાદીનાં પતિને ધમકી પણ આપતા હોય કે તને જીવતો નહી રહેવા દઉં, તારા પર ખોટો કેસ કરતો રહીશ જેથી અમો ફરીયાદીના પતિ પાસે કોઈ બીજો વીકલ્પ ન હોય જેથી તેને આપઘાત કરી લીધેલ હતો. આ ગુનામાં આરોપી પીએસઆઇએ ખંડણીની રકમ માંગી હોય, ગુનામાં કલમ – ૩૮૩, ૩૮૬, ૫૦૬(૨) નો ઉમેરો કરવામાં આવે તેવી રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકને રજુઆત કરવામાં આવી છે.

અલ્પાબેને એમ પણ જણાવ્યું હતું કે, મરવા મજબુર કરવાના સામાન્ય ગુનાઓમાં આરોપીઓની તત્કાલ ધરપકડ થાય છે. જ્યારે મારા પતિના આપઘાતના બનાવનો બનાવ સામાન્ય નથી. ખુદ એક પોલીસ અધિકારીએ ગુનો આચાર્યો છે. છતાં બનાવના પાંચ દિવસ બાદ પણ હજુ પીએસઆઇ હિતેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીની ઝડપથી ધરપકડ થાય તેવી અમારી માંગણી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button