સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

સુરતના અડાજણ વિસ્તારમાં ચકચાર મચાવતી એક ઘટના બની છે જેમાં એક જ પરિવારના 7 વ્યક્તિઓએ આપઘાત કરી લીધો છે. પરિવારના 6 લોકોએ ઝેરી દવા પીને અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ કરી રહી છે.

હૈયું હચમચાવી નાખતી આ ઘટનામાં પરિવારના સભ્યોએ શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ જાણી શકાયું નથી. પોલીસ હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી રહી છે તેમજ આસપાસના લોકો તથા અન્ય પાડોશીઓને પૂછપરછ કરી રહી છે. મૃતકોમાં પતિ-પત્ની, માતાપિતા અને 2 બાળકોનો સમાવેશ થાય છે.


કેટલાક મીડિયા અહેવાલો મુજબ પરિવારના મોભીએ પહેલા સભ્યોને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ પોતે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. જો કે સાચી વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

Back to top button