અમદાવાદમાં શાકભાજીના વેપારી પર Firing, સારવાર દરમ્યાન મોત
અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર નહેરુનગરમાં શનિવારે મોડી સાંજે શાકભાજીના વેપારી પર ફાયરિંગની (Firing) ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ગોળીબારમાં ઇજાગ્રસ્ત વેપારી બદાજી મોદીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ઈજાગ્રસ્ત વેપારી બદાજી મોદીનું સારવાર દરમિયાન મોત થયું છે.
Also read: Ahmedabad વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થઈ રહ્યો છે ટ્રાફિક જામ, વાહન ચાલકો પરેશાન
કૌટુંબિક ઝઘડામાં હત્યાનો આરોપ
આ ઘટનાની સમગ્ર વિગત મુજબ નહેરૂનગર વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં બાઈક પર આવેલા આરોપી ફાયરિંગ કરીને ફરાર થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતકના પરિજનોએ સંબંધીએ જ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પુત્રએ કહ્યું છે કે કૌટુંબિક ઝઘડામાં પિતાની હત્યા કરવામાં આવી છે. તેણે સબંધી રમેશ ખેતાજી, અશોક ખેતાજી, પ્રકાશ ખેતાજી અને રણજિત ખેતાજી પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
Also read: 1700 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 ઈરાની નાગરિકોનાં રિમાન્ડ મંજૂર
આરોપીની ધરપકડ કરવા માંગ
મૃતકના પરિવારને આશંકા છે કે ખેતરામ મોદીની હત્યાના બદલે હત્યા કરવામાં આવી છે અને અત્યારે મૃતકના પરિવારની માંગ છે કે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવે. તેમજ આરોપીની ધરપકડ ન થવા સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો છે.