Gujaratના રાજકોટ જિલ્લામાં મળી આવી નકલી School,છ વર્ષથી ચાલતી હતી શાળા
રાજકોટ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરીથી લઇને નકલી ટોલનાકું અને નકલી સરકારી અધિકારીઓ સહિતની ઘટનાઓ સામે આવી છે. જે અંગે સરકારે અલગ અલગ સ્તરે તપાસ પણ હાથ ધરી છે. જેમાં આ કડીમાં આગળ હવે રાજકોટમાં નકલી શાળા(School)મળી આવી હોવાની માહિતી સામે આવી છે.
માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ
આ ઘટનાની વિગત મુજબ રાજકોટમાં નકલી સ્કૂલ ચાલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટમાં કોઈપણ માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્કૂલને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજકોટમાં કુવાડવા તાલુકામાં આવેલા માલિયાસણ પીપળીયા ગામમાં જે પ્રિ-પ્રાયમરી સ્કૂલ પકડાઈ છે અને તે એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. દૂકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા.
તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે
આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. નકલી સ્કૂલ સામે કાર્યવાહીને લઇ પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવી જણાવ્યું કે, પીપળીયા ગામે ગેરકાયદેસર ગૌરી નામથી ચાલતી શાળાને સીલ કરી છે. શાળા રોડથી અંદર હોવાથી ધ્યાને ન આવી તેમજ તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે