મહેસાણાઃ નકલી જીએસટી અધિકારી બનીને ધમકી આપી તોડપાણી કરતાં 3 ઝડપાયા | મુંબઈ સમાચાર

મહેસાણાઃ નકલી જીએસટી અધિકારી બનીને ધમકી આપી તોડપાણી કરતાં 3 ઝડપાયા

મહેસાણાઃ ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, પીએમઓ અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી જીએસટી અધિકારી ઝડપાયા હતા. ત્રણ જણા નકલી જીએસટી અધિકારી બનીને મહેસાણાના જોટાણામાં આવેલી દુકાનમાં તપાસમાં આવ્યા હતા. જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની દુકાનદારને ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

મળતી વિગત અનુસાર મહેસાણાના જોટાણામાં આવેલી ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસ અર્થે આવેલા ત્રણ શખસોએ જીએસટી અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી દુકાનદાર ઇલિયાસ મલિકને ધાકધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દુકાનદારને શંકા જતાં પોલીસનો સંપર્ક કર્યો હતો.

આપણ વાંચો: સાંસદના નકલી ભલામણપત્રથી ટિકિટ કન્ફર્મ કરવાના કૌભાંડનો પર્દાફાશ: એકની ધરપકડ

આ મામલે સાંથલ પોલીસે ત્રણ નકલી જીએસટી અધિકારીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને મહિલા પાસેથી ‘મહિલા ચક્રવ્યૂહ’ સાપ્તાહિક ન્યૂઝ પેપરનું આઇકાર્ડ મળી આવ્યું હતું.

આ ઘટના દર્શાવે છે કે રાજ્યમાં ઠગબાજો દ્વારા જુદા જુદા સરકારી પદોનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને આવા કિસ્સાઓમાં નાગરિકોએ સાવચેત રહેવાની અને શંકા જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button