સુરતમાંથી બે બનાવટી ડોક્ટર પકડાયાઃ મહિલા અને પુરુષ ક્લિનિક ખોલીને કરતા હતા સારવાર
સુરત: ગુજરાતમાં બૉગસ આઈએએસ સહિતના અધિકારીઓ મળી આવવાની વણઝાર રોકાતી નથી તેવામા બૉગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો તો યથાવત જ છે. ડોક્ટરો બૉગસ મળી આવવા વધારે જોખમકારક છે કારણ કે તેઓ દરદીઓના જીવન સાથે ખેલ ખેલે છે. સુરતનાં ઉમરા પોલીસ દ્વારા નકલી ક્લિનિક ચલાવતા એક મહિલા અને એક પુરુષ બંને નકલી તબીબોને ઝડપી પાડયા છે.
સુરતનાં ઉમરા પોલીસની કાર્યવાહી
ગુજરાતમાં બૉગસ આઈએએસ સહિતના નકલી અધિકારીઓ મળી આવવાની વણઝાર રોકાતી નથી તેવામા બૉગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો તો યથાવત જ છે. સુરતનાં ઉમરા પોલીસને એક મહિલા અને એક પુરુષ નકલી ક્લિનિક ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે.
મહિલા માત્ર 12 પાસ
ઉમરા પોલીસ સ્ટેશને આ કાર્યવાહી કરી છે. પોલીસે એક પુરૂષ અને એક મહિલાની ધરપકડ કરી છે, જેઓ બંને ડોક્ટર તરીકે ઓળખ આપીને લોકોની સારવાર કરતા હતા. ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકનું નામ પ્રયાગ રામચંદ્ર પ્રસાદ છે, જ્યારે મહિલાનું નામ લલિતા કૃપા શંકર સિંહ છે. મહિલાએ માત્ર ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે.
Also read: ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
એલોપેથિક દવાઓથી કરતાં સારવાર
આ બંને નકલી ડોક્ટરો એલોપેથિક દવાઓથી લોકોની સારવાર કરતા હતા. બંનેએ એક ક્લિનિક ખોલ્યું હતું જ્યાંથી એલોપેથિક દવાઓ મળી આવી હતી. પોલીસે બંને પાસેથી મેડિકલ સર્ટિફિકેટ માંગ્યા ત્યારે તેમને કોઈ સર્ટિફિકેટ મળ્યું ન હતું. સુરતના ઉમરા પોલીસ મથકે આરોગ્ય વિભાગની ટીમે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી પ્રયાગ રામચંદ્ર પ્રસાદે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસેથી મળી આવેલી દવાઓ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.