મહેસાણામાં બનાવટી ડિગ્રી પર નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણામાં બનાવટી ડિગ્રી પર નોકરીનું કૌભાંડ બહાર આવ્યું છે. નકલી ડિગ્રી પર ૧૦ વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કર સામે આવ્યા છે. ૧૧ હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો નકલી ડિગ્રીકાંડ જાહેર થયો છે. બહારના રાજ્યોની નકલી ડિગ્રીના આધારે રોજગારી મેળવી છે. રાજ્ય વિકાસ કમિશનર ટીમે કૌભાંડનો ભાંડો ફોડયો છે. મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી સાથે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કામ કરતા હતા. ૧૦ વર્ષથી આરોગ્યમાં નકલી ડિગ્રીથી ફરજ બજાવતા હતા. વિનાયક યુનિવર્સિટી તામિલનાડુ, હિલામયન યુનિવર્સિટી અરુણાચલ પ્રદેશ, સાંધાઈ યુનિવર્સિટી મણિપુર તેમજ માનવ ભારતી યુનિવર્સિટી હિમાચલ પ્રદેશની નકલી ડિગ્રી સામે આવી છે.
નકલી સર્ટિફિકેટવાળા હેલ્થ વર્કરોને છુટા કરાશે. ૧૧ હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું ખુલ્યું છે. રાજ્ય વિકાસ કમિશનરની ટીમે નકલી ડિગ્રી કાંડનો ભાંડો ફોડયો છે. અગાઉ મહેસાણાના બેચરાજી પંથકમાં આવેલી નામાંકિત પ્રાઇવેટ કંપનીઓમાં મેનપાવર માટે અનેક લોકોને નોકરીએ રાખવામાં આવ્યા હતા. જોકે અહીં રોજ આ કંપનીઓ સામે નોકરીની આશા લગાવી બેઠેલા પદવી વગરના લોકો માટે બેચરાજીમાં એક દુકાન ખૂલી હતી. જ્યાં માત્ર રૂ.૧૫૦૦ જેવી સામાન્ય રકમમાં તેમના નામના ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઊભા કરવામાં આવતા હતા. તે જ સર્ટી અભણ લોકોને નામાંકિત કંપનીઓમાં નોકરી માટેનો આધાર બનતા હતા. જોકે એક પછી એક મોટી સંખ્યામાં લોકો ડુપ્લિકેટ સર્ટિફિકેટ આધારે નોકરી પર જતાં હોય બનાવટી સર્ટિફિકેટની ચર્ચા ખૂબ તેજ બની હતી અને સમગ્ર ભાંડો ફૂટયો હતો.