સુરતમાંથી 410 થેલી નકલી સિમેન્ટનો જથ્થો ઝડપાયો…
સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી નક્લીની ભરમાર જોવા મળી રહી છે. ડાયમંડ નગરી સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો હતો. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડીને આ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી અબુધાબીથી આવેલા કપલ પાસેથી 13 કરોડની લકઝરી ઘડિયાળી ઝડપાઈ
સુરતના ખટોદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હોવાની કંપનીના અધિકારીઓને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 410 જેટલી થેલીઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પાટણ બાદ હિંમતનગરમાં બાળ તસ્કરીનો મામલોઃ પરિવારે કોર્ટમાં કરવી પડી અપીલ
સુરતમાં હલકી ગુણવત્તાનો બ્રાન્ડેડ સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટનું વેચાણનો પર્દાફાશ થતાં લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.ખટોદરા પોલીસે સિમેન્ટ કંપનીના સેલ્સ મેનેજરની ફરિયાદના આધારે રાજેશ ચતુર પટેલ સહિત સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર ઇસમ સામે ગુનો નોંધ્યો હતો.