GIFT City: ગિફ્ટ સિટીમાં દોડશે Formula-1 કાર્સ, સર્કીટ તૈયાર કરવા સર્વેક્ષણ શરુ
ગાંધીનગર: ગુજરાત સરકાર ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીને ભવિષ્યના શહેર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. સરકાર ગિફ્ટ સિટીને સિંગાપોર, દુબઈ, હોંગકોંગ સાથે સરખાવી રહી છે. ગિફ્ટ સિટીમાં ઘણા ઘણા આકર્ષણો ઉભા કરવાનું આયોજન છે. ત્યારે અહેવાલો મુજબ 2028 સુધીમાં ગિફ્ટ સિટીમાં F1 રેસિંગ પણ શરુ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં F1 સર્કિટના નિર્માણ માટે સર્વેક્ષણ અને અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે, F1 સર્કિટના નિર્માણ માટે રૂ.5,000 કરોડથી રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આવેલો બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ભારતનો પ્રથમ ફોર્મ્યુલા-1 (F1) સ્ટ્રીટ રેસિંગ ઇન્ટરનેશનલ ટ્રેક છે. વર્ષ 2011 અને 2013ની વચ્ચે ત્રણ ભારતીય ગ્રાન્ડ પ્રિકસ સીઝનનું આયોજન કર્યા પછી એન્ટરટેનમેન્ટ ટેક્સને કારણે વધુ વિકાસ પામ્યો ન હતો.
હવે ભારત સરકાર ગિફ્ટ સિટી ખાતે F1 રેસિંગ શરુ કરવાનું વિચારી રહી છે.
અહેવાલો મુજબ આ દિશામાં કામ ઓગસ્ટ 2023 માં શરૂ થઈ ગયું હતું જ્યારે યુકેના રેસિંગ નિષ્ણાતોની એક ટીમે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) માં F1 સર્કિટ સેટ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે અહીંયા રેસના આયોજન પર કોઈ ટેક્સ નહિ લાગે, જે F1 જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે નિર્ણાયક છે.
રાજ્ય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, “અહીં, કાર અને અન્ય મશીનો કે જે સ્પોન્સર્સ, ઓર્ગેનાઈઝર અને ઇન્વેસ્ટર્સ દ્વારા વિદેશથી આયાત કરવામાં આવશે અથવા લાવવામાં આવશે તેના પર કોઈ કર વસૂલવામાં આવશે નહીં. આનાથી કંપનીઓ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થશે.”
સરકાર અમદાવાદને ઓલિમ્પિક્સ 2036 માટે તૈયાર કરી રહી છે, ત્યારે ગિફ્ટ સિટીમાં F1 સર્કિટ શરુ થવાની ચર્ચા છે. જે ત્રણ દિવસની ઇવેન્ટમાં લગભગ 1 લાખથી વધુ લોકો તેની મજા માણશે, જેને કારણે સ્થાનિક અર્થતંત્રને મોટું પ્રોત્સાહન મળશે.
ગિફ્ટ સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “F1 રેસિંગ ટ્રેકનું નિર્માણ 2028 સુધીમાં પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે સર્વેક્ષણ ચાલુ છે. આ ઉપરાંત 2026-27 સુધીમાં અમે મેટ્રો સ્ટેશન, એમ્યુઝમેન્ટ પાર્ક, રિવરફ્રન્ટ વગેરે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીશું.”
તાજેતરમાં રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા માટે ગિફ્ટ સિટીમાં દારૂ પ્રતિબંધ નીતિ હળવી કરી હતી. તાજેતરના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન, કેન્દ્રીય પરિવહન પ્રધાન ની