આપણું ગુજરાત

ગુજરાતના આ ગામમાં કચરામાંથી મળ્યું ઈવીએમ

આણંદઃ કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ) મુદ્દે ભારે ઉહાપોહ કરે છે અને આ સંદર્ભની ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ ચૂકી છે. દેશભરમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ પણ ઈવીએમમાં કરામત કરવાના આક્ષેપો લાગ્યા છે. ત્યારે હવે ગુજરાતના બોરસદમાં ઈવીએમ કચરામાંથી મળ્યાના અહેવાલોએ સનસનાટી ફેલાવી છે.

આણંદના બોરસદમાં કચરામાંથી ઈવીએમ મશીન મળી આવ્યુ છે, જે 2018માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયાનું માનવામાં આવે છે. બોરસદમાં ઈવીએમ મશીન મળી આવતા ચૂંટણી વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતા બોરસદનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ આણંદના બોરસદમાં ભોભાફળી શાકમાર્કેટ પાસે કચરામાંથી બે ઈવીએમ યુનિટ મળી આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મશીનને કબ્જે લેવાયા છે. તેમજ પોલીસને સાથે રાખી પાલિકાએ કામગીરી ચાલુ કરી છે. બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મશીન વપરાયા હતા. ઘટનાની જાણ થતા કલેકટરે આદેશ આપતા પ્રાંત અધિકારી, પોલીસ અને નગરપાલિકા તંત્ર દોડતું થયુ છે. ઈવીએમ મશીનને તંત્ર દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા આ મશીન ક્યાથી આવ્યા તે શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે ઈવીએમ ત્યાં કેવી રીતે આવ્યા જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા છે તે સહિતના સવાલોની તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર માહિતી મળી નથી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button