તાપી નદીના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બાદ પણ જળકુંભી યથાવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેર મનપા દ્વરા તાપી શુદ્ધિકરણના નામે કરોડોના ખર્ચ બાદ પણ તાપી નદીમાં જળકુંભી આવી ગઇ છે. ફરી શિયાળામાં આ જળકુંભી આવી જતા પાલિકાની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જો શિયાળામાં આ જળકુંભી દૂર નહિ થાય તો ઉનાળામાં સુરતીને ભોગવવાનો વારો આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી આશરે ૭૦ લાખની વસ્તીની તરસ છીપાવે છે. પણ વર્ષોથી તાપી નદીમાં જળકુંભીની સમસ્યા છે અને આ જળકુંભી દૂર કરવાને નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે એટલે જ લાગી રહ્યું છે કે મનપાને આ પ્રજાના ટેક્સના પૈસાની કોઈ પડી નથી. દર વર્ષે તાપી સ્વચ્છ કરવાના નામે લાખોનો ખર્ચો કરી નાખવામાં આવે છે પણ કરોડોના ખર્ચ બાદ પણ આ જલકુંભી સાફ થતી નથી અને ફરી પાછી આવી જાય છે. ફરી શિયાળામાં આ જળકુંભી આવી જતા પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ જલકુંભી જલદીથી દૂર કરવામાં ના આવે તો સુરતના ૭૦ લાખ લોકોને પીવાના પાણીની સમસ્યા વેઠવાનો વારો આવી શકે છે.