અમદાવાદમાં ૧૨ સ્થળે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમદાવાદમાં ૧૨ સ્થળે ઈવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઇલેક્ટ્રિક વાહનધારકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે ઇવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઇવી ધારકો માટે ૧૨ સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મનપા દ્વારા શહેરના ૧૨ જેટલા સ્પોટ પર તૈયાર કરાયેલા આ ચાર્જિંગ સ્ટેશનને ખુલ્લામાં મૂકવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનમાં ચાર, ઉત્તરમાં ચાર, પશ્ર્ચિમમાં ચાર, ઉત્તર પશ્ર્ચિમ અને દક્ષિણ પશ્ર્ચિમ ઝોનમાં એક-એક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આ ૧૨ ચાર્જિંગ સ્ટેશનો બાપુનગર ફ્લાયઓવર નીચે, હરિ દર્શન ક્રોસ રોડ, નિકોલ-નરોડા રોડ, ગોવિંદવાડી સર્કલ, કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ, સીટીએમ ફ્લાય ઓવર બ્રિજ, નારોલ ફ્લાયઓવર બ્રિજ, ન્યૂ સીજી રોડ ચાંદખેડા, ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ, ન્યૂ સીજી રોડ ચાંદખેડા, સિંધુભવન રોડ અને પ્રહલાદનગર રોડ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. સિંધુભવન અને પ્રહલાદનગરમાં મલ્ટિલેવર પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હિીકલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે.

Back to top button