Valsad માં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી યુવતીનું મોત
વલસાડઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડમાં(Valsad) મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. જેમાં શહેરના અબ્રામા વિસ્તારમાં એક યુવતીનું ડેન્ગ્યુના કારણે મોત થયુ છે. જેના પગલે આરોગ્ય તંત્ર સાબદું થયું છે.
ડેન્ગ્યુથી યુવતીનું મોત
સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતી અપર્ણા મિશ્રાને 31મી ઓગસ્ટના રોજ તાવ આવ્યો હતો. જેથી પરિવારે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ ગયા હતા. જ્યાં બ્લડ ટેસ્ટ કરાવતા અપર્ણાને ડેન્ગ્યુ હોવાનું માલૂમ પડ્યું હતું. તેની સારવાર પણ કરવામાં આવી હતી. જો કે ગત 3મી સપ્ટેમ્બરના રોજ યુવતીને ફરીથી વધારે તાવ આવતા પરિવારના સભ્યો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું
શહેરમાં ડેન્ગ્યુના કારણે દર્દીનું મોત થયું હોવાની જાણ થતાં જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ તો આરોગ્ય વિભાગે અબ્રામા તેમજ તેની આસપાસના વિસ્તારમાં ડૉર ટૂ ડૉર સર્વે હાથ ધર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં મચ્છર તેમજ પાણીજન્ય રોગચાળાથી જાહેર આરોગ્યને સલામત રાખવા માટે તાત્કાલિક પાણીના નિકાલ, ગંદકીની સફાઈ તેમજ દવાના છંટકાવ સહિતની કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Also Read –