આપણું ગુજરાત

રાજ્યમાં વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉંચક્યુ, શરદી, ખાંસી, મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળામાં વધારો નોંધાયો છે. રાજ્યમાં શરદી ઉધરસ, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ વધ્યા છે. હાલ બદલાતા વાતાવરણ અને ડબલ સિઝનને કારણે વાયરલ કેસના દર્દીઓમાં વધારો થયો છે. સુરતમાં મેલેરિયાથી એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે રાજકોટમાં ડેન્ગ્યુએ મહિલાનો જીવ લઈ લીધો છે. વડોદરામાં પાંચ દિવસમાં 46 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

સપ્ટેમ્બરમાં જ 20થી વધુનાં મોત:
ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે. પણ તે પહેલા જ રોગચાળાએ માથું ઉંચક્યુ છે. સિઝન બદલાતા વાયરલ, શરદી, ખાંસીથી માંડીને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પાંચ દિવસમાં 46 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. હજુ દર્દીઓમાં વધારો થાઓઇ રહ્યો છે. બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુનાં મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. આ આંક ફક્ત સરકારી હોસ્પિટલોનો જ છે, ખાનગી હોસ્પિટલના આંકડા ઉમેરો તો ચિત્ર બહુ ચિંતાજનક ઉપસે તેવી પરિસ્થિતિ છે.

| Also Read: હવે કચ્છમાં આ લુપ્ત થતા પ્રાણીનું બ્રિડિંગ સેન્ટર શરૂ થશે, સરકારનો સારો પ્રયાસ

વડોદરા પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ:
વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા છે. 15 દિવસમાં 500થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાઇ ચૂક્યા છે. વડોદરામાં લોકો પહેલા પૂરથી પરેશાન થયા હવે રોગચાળાથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે, SSG હોસ્પિટલના RMOએ પણ સ્વચ્છતા જાળવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. તાવ કે વાયરલની અસર લાગે તો તરત જ યોગ્ય તબીબ પાસે સારવાર કરાવો. ઉપરાંત, ખેલૈયાઓને ભૂખ્યા પેટે ગરબા ન રમવા પણ અપીલ કરી છે.

રોગચાળાને કાબૂમાં લેવા જરૂરી પગલા ભરવા માંગ

સુરત શહેરમાં ઉઘાડ નીકળતા જ પાણી-મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. સિવિલમાં તાવના દર્દીઓ વધુ નોંધાતા બેડ ખૂટી પડતા દર્દીઓને જમીન પર પથારી પાથરીને સારવાર શરૂ કરાઈ હતી. સુરતમાં રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. કાપોદ્રામાં શ્રમિક યુવકનું મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયું છે.

| Also Read: પુત્રએ પિતાની હત્યાનું વેર 22 વર્ષે વાળ્યું: રાજસ્થાનથી અમદાવાદ આવી પિતાના હત્યારા પર ગાડી ચડાવી

ગત મહિને ડેન્ગ્યૂના 63 અને મેલેરિયાના 91 કેસ નોંધાયા હતા. સૌ પ્રથમ રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત થયું છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું સારવાર બાદ મોત થયું છે. તંત્ર રોગચાળાને વહેલા કાબૂમાં લેવા જરૂરી પગલા ભરે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામા આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત